ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવાર, રવિવારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સૂબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં શનિવારે અને રવિવારે આ બે દિવસ દરમ્યાન નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોનું વાતાવરણ બેવડાયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.સાથે વાદળોનાં ઘેરાવોમાં ડુંગરાળ પ્રદેશમાં ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર પણ ઓઢાઈ જતા વાતાવરણ મનમોહક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળછાયા વાતાવરણનાં પગલે સમી સાંજથી ઠંડીનું પ્રમાણ વધ્યુ હતુ. શનિવાર અને રવિવારે આ બે દિવસ દરમ્યાન પણ ઠંડી અને સાંજે ઠંડીનું પ્રમાણ વધતા જનજીવને ઠુઠવાવાનો વારો આવ્યો હતો.ડાંગ જિલ્લામાં વાદળોએ મૌસમ બદલતા ડાંગી ખેડૂતોનાં અનેક પાકોને અસર થવાની ભીતિ વર્તાતા ખેડૂતો ચિંતીત બન્યા હતા.