ગુજરાત અલર્ટ | આહવા
ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આજે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. રાજ્યમાં હવામાન વિભાગની વરસાદ પડશે ની આગાહી વચ્ચે આજરોજ ડાંગ જિલ્લાના સુબિર આહવા સહિત વિસ્તારોમાં ક્યાંક ઝરમરિયો તો ક્યાંક અમિછાટના રૂપે કમોસમી વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાની થશે નો ભય ખેડૂતોમાં વાર્તાતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં ચણા, વટાણા લસણ તુવર ડુંગળી સહિતનો પાક તૈયાર થઈ ગયો છે. તેને લનવાની મોસમ ચાલી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં આજે આહવા તાલુકાના ધવલીદોડ તેમજ સુબીર તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી સમી સાંજે આહવા તેમજ સાપુતારામાં અમી છાંટણા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં સ્ટ્રોબેરીના પાકને નુકસાની નો ભય સેવાયો હતો. ડાંગ જિલ્લામાં હવે ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી થાય છે. જે આગાહી ડાંગ જિલ્લામાં વરસાદ રૂપે સાચી ઠરે છે.