ગાંધીનગર તા : ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુકિત થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બન્ને ન્યાયાધીશોના માનમાં શુભેચ્છા વિદાય સમારોહનું ગાંધીનગરમાં આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદાય લઈ રહેલા બન્ને ન્યાયાધીશોને સ્મૃતિ ભેટ અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ ૩૧મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજયમંત્રી પ્રદીપસિહ જાડેજા તેમજ ગુજરાત વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, રાજયના મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ રાજય સરકારના વરિષ્ઠ સચિવો સહિત ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલા પૂર્વ ન્યાયધીશો વગેરે આ વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી વિક્રમનાથની જગ્યાએ એકટીંગ ચીફ જસ્ટીસ તરીકે વિનીત કોઠારીની નિયુકિત કરવામાં આવી હતી પરંતુ પાંચ દિવસનો કાર્યકાળ સંભાળ્યા બાદ તેઓ નિવૃત્ત થતાં હોય ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીશની જગ્યા ઉપર હવે પછી કોની નિમણૂંક થાય છે તે જોવાનું કહ્યું.
ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીશ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ જસ્ટીશ બેલાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુકિત થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બંને ન્યાયાધીશશ્રીઓના માનમાં શુભેચ્છા વિદાય સમારોહનું ગાંધીનગરમાં આયોજન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ એમ.આર.શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ ગુજરાત વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સહિત ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલા પૂર્વ ન્યાયાધીશશ્રીઓ વગેરે આ વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિદાય લઇ રહેલા બેય ન્યાયાધીશશ્રીઓને સ્મૃતિ ભેટ અને શાલ અર્પણ કરી સન્માન કર્યું હતું