વલસાડ : વલસાડ તાલુકામાં પોલીસ હેડક્વાટર રોડ ક્રીષ્ના પાર્ક, સી વિંગ, ફલેટ નં.૨૦૭ માં રહેતા ફાલ્ગુની શશીકાંત પરમાર તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ જનક સ્વીટ પાસેથી માસીના ઘરે જાઉં છું એમ કહી રીક્ષામાં બેસી ગયા બાદ આજ દિન સુધી ઘરે પરત આવ્યાં નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, શરીરે મજબુત બાંધાના, રંગે ઘઉં વર્ણના, મોઢું લંબ ગોળ, ઊંચાઈ આશરે ૫ ફુટ જેટલી, માથાના વાળ કાળા, શરીરે સફેદ કલરની ડ્રેસ તથા લાલ કલરનું ઈજાર પહેર્યુ છે. તેઓએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલાની જો કોઈને ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા કરવા જણાવાયું છે.
વલસાડના ફાલ્ગુનીબેન ગુમ થયા :માસીના ઘરે જાઉં છું એમ કહી રીક્ષામાં બેસી ગયા બાદ આજ દિન સુધી ઘરે પરત આવ્યાં નથી ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા કરવા જણાવાયું
