દુષ્ટ માતા..બોયફ્રેન્ડ સાથે સેકસ કરવામાં વારંવાર ડિસ્ટર્બ કરતી હતી બાળકીઃ કંટાળેલી માતાએ ૩ વર્ષની દિકરીને મારી નાખી

લંડન: દુનિયામાં પોતાના બાળકને સૌથી વધારે પ્રેમ માતા જ કરતી હોય છે. પણ યુકેની એક માતાએ પોતાની ૩ વર્ષિય માસૂમ દિકરીની હત્યા કરી નાખી છે. માએ ત્રણ વર્ષની દિકરીની હત્યા એટલા માટે કરી નાખી કેમ કે પોતાના બોયફ્રેન્ડ સાથએ સેકસ કરવા માગતી હતી, ત્યારે દિકરી વારંવાર ડિસ્ટર્બ કરતી હતી. દિકરીની હત્યા કરવાના ગુનામાં માતા અને પ્રેમીને ૧૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
Nicola Priest નામની આ મહિલા ગત ૯ ઓગસ્ટા રોજ પોતાની દિકરીની નિર્દયી રીતે માર માર્યો હતો. ત્યાર બાદ તેણે હેલ્પલાઈન પર ફોન કર્યો, પણ ત્યાં સુધીમાં દિકરી મરી ચુકી હતી. દિકરીની હત્યામાં તેના પ્રેમી કૈલમ રેડફર્ને પણ સાથ આપ્યો હતો. બર્મિદ્યમ ક્રાઉન કોર્ટે બંનેને હત્યા મામલે દોષિત સાબિત કરતા સજા સંભળાવી છે. મામલાની તપાસ કરતા સામે આવ્યુ છે કે, ૮ ઓગસ્ટની સાંજે આ બંને ફ્લેટમાં સેકસ કરવા માગતા હતા. આ દરમિયાન બાળકી ઉઠી અને રમવા માગતી હતી. તેનાથી નારાજ થઈને બંનેએ રાતે બાળકીને ખૂબ મારી, જેથી માસૂમ બાળકીનું મોત થઈ ગયું.દિકરીને માર્યા બાદ ઠીક એક મહિના બાદ માતાએ એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં શરમથી તે ઝૂકેલી દેખાતી હતી. તેની આંખોમાં આંસૂ હતા હત્યારી માતા વીડિયોમાં કહે છે કે, મને ખબર છે કે મેં ગડબડ કરી છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર પડે છે કે, કેટલી નિર્દયી રીતે તેને મારી છે. બાળકીની પાંસળીઓ પણ તૂટી ગઈ હતી. પગમાં ફેકચર હતું. શરીરના હાડકા ભાંગી ગયા હતા. હત્યારી નિકોલાના પિતા એન્ડ્રુયુ તેને એક ‘દુષ્ટ માતા’ ગણાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!