ઘરમપુર
ધરમપુર નજીકના ગામ ની યુવતી સાથે લગ્ન નક્કી કર્યા બાદ સોનાની વીટી આપવાની નાં પાડતા યુવકે લગ્ન રદ કરતા યુવક વિરુધ નોધાઇ બળાત્કાર ની ફરિયાદ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામે રહેતી યુવતી સીમા નામ બદલેલ છે એમના લગ્ન વલસાડ તાલુકાના અટગામ પાટલીવાળી ફળિયામાં રહેતા સતીશ પટેલ સાથે નક્કી થયા હતા બંનેની સગાઇ પણ થઇ ગઇ હતી જ્યારે સગાઈમાં યુવતીના પરિવારજનોએ યુવાનને સોનાની વીંટી ના આપતા માઠું લાગી આવ્યું હતું ત્યારબાદ બન્ને યુવાન યુવતી અલગ અલગ જગ્યા ઉપર લઇ જઈ તેને લગ્ન કરવાની ખાતરી આપી ને યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા બાદ લગ્ન ની નક્કી કરેલી તારીખે જાન ના લાવતા તેણી ના ઘરના પરિવાર જનો એ સમગ્ર બાબતે યુવક જોડે ફોન ઉપર પુછ પરછ કરી હતી જે અંગે યુવકે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી સોનાની વીટી આપવાની નાં પાડી હોય લગ્ન ન કરવાનું યુવકે જણાવ્યું હતું જોકે આ સમગ્ર બાબતે ભોગ બનેલ યુવતી ના પરિજનો દ્વારા ધરમપુર પોલીસ મથક માં પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે લગ્ન કરવાની નાં પડતા યુવક શતીશ કાલીદાસ પટેલ રહેવાહી અટગામ તેની સામે બળાત્કાર નો ગુન્હો દાખલ કરી યુવક ની ધરપકડ કરી ધરમપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે
જાન લઈને આવશો તો તમારા ટાંટીયા ભાંગી નાખશૂ એવા આક્ષેપો કર્યા છે યુવાના પરીવાર જનોને યુવતીના પરિવારજનો પર
ધરમપુરમાં લગ્નની આગલી રાતે સતીશે સીમા ને ફોન કર્યો હતો અને બન્ને જણા વાત કરી રહ્યા હતા ત્યારે સીમા પરથી
અચાનક કોઈ ફોન ખેંચી લીધો હતો અને સતીશ ને ધમકી આપી હતી કે તમે કાલે ધરમપુરમા જાન લઈને આવશો તમારા હાથ પગ ભાંગી નાખીસુ એમ ધમકી આપી હતી જેથી સતીશ એકદમ ડરી ગયો હતા અને આ વાત તેમના માતા-પિતાને કરી હતી જ્યારે માતા-પિતાને સતીશ ધરમપુર યુવતીના ઘરે ગયા હતા વાત જાણવા માટે પણ યુવતીના પરિવારજનોએ કોઈ પણ જાતની વાત સાંભળી ન હતી અને સતીશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી દીધી હતી
બંને જણા રાજીખુશીથી ફર્યા છે અને શરીર સંબંધ બાંધ્યા છે
સીમા સાથે કોઈ બળજબરી કરી નથી સીમા જ્યારે પણ સતીશ સાથે આવી ત્યારે તેની રાજીખુશી થી આવી હોવાનું સતીશ ના પરિવારજનો જણાવી રહ્યા છે મીડિયા સામે ખુલાસો કરતા તેવો એ જણાવ્યું હતું કે છોકરી એ નોંધાવેલ ફરિયાદ તદ્દન ખોટી છે