સુરત : દેશના સૌથી મોંઘા ગણપતિનું સ્થાપન સુરત ખાતે કરવામાં આવશે. ડયમંડ સીટી સુરત ખાતે હીરાના વેપારી પાસે રિયલ ડાયમંડના ગણેશજી છે. અને તેનું પોતાના ઘરમાં સ્થાપન કરશે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના હીરાના વેપારી કનુ આસોદરિયા પાસે રિઅલ ડાયમંડના ગણેશજી છે. 182.53 કેરેટના આ ગણેશજીની ઘરમાં સ્થાપના કરી પૂજા કરવામાં આવશે. કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા 600 કરોડના ગણેશજીની સ્થાપના કરી છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે આ મૂર્તિ કાચા હીરામાં આપમેળે કંડારાયેલી છે. કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી.
વર્ષો પહેલા કનુભાઈ હીરાની ખરીદી કરવા માટે વિદેશ ગયા હતા. જ્યાં તેમને આ કાચા હીરામાં ગણેશજીના દર્શન થયા અને તેમને વર્ષો સુધી આ મૂર્તિનું જતન કયું. આ રફ ડાયમંડની પ્રતિકૃતિ જેને પણ મળી છે તેના નસીબ ચમકે છે તેવુ તેઓનું કહેવું છે. તેથી તેઓએ અમિતાભ બચ્ચન સહિત દેશની 25 હસ્તીઓની તેની ફોટોફ્રેમ મોકલી છે. સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, અને કહેવાય છે કે આ ગણેશજી ની પ્રતિકૃતિ રાખનારાનું નસીબ ચમકે છે વિશ્વ વિખ્યા હીરો એટલે કે કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે. જ્યારે કે, આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જે કોહિનૂર હીરા કરતાં પણ વધુ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે.