ગુજરાત એલર્ટ । વલસાડ
સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે યુવાઓને સમજણ આપવામાં આવી
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ “Entrepreneurship Awareness Programme”નું ભારત સરકાર સંચાલિત MSME DFO સિલવાસા બ્રાન્ચ દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
MSME સિલવાસા બ્રાન્ચ ના ડાયરેક્ટર નીતિન ચાવલા દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અને તેના માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. દેવકીબા કોલેજ સિલવાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સીમા પિલ્લઈ દ્વારા એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ તેના પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એન કે દેસાઈ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ માટે સ્કીલ ડેવલોપમેન્ટ વિષય અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા સાથે તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર ૭૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન કે દેસાઈ કોલેજના પ્રાધ્યાપકો ડો. મમતાસિંહ યદુવંશી અને નિરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.