આતુરતાનો અંત… આવતા મહિને દેશને સીંગલ ડોઝવાળી રસી મળશે:જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીની એક ડોઝવાળી રસી તૈયાર : ઘરેલુ પ્રોડકશન માટે લેવી પડશે મંજુરી

નવી દિલ્હી : આવતા મહિને દેશને એક ડોઝ વાળી રહી મળી જશે. જાણકારી મળી છે કે આવતા અઠવાડિયાની રસીની પહેલી બેસ કસૌલી સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળાએ પહોંચી જશે. આ બેચને કસૌલી અને પૂણે સ્થિત બન્ને અલગ અલગ પ્રયોગશાળામાં તપાસવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ ૨ અઠવાડિયાનો સમય લાગી શકે છે. જે બાદ આ રસીકરણ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
જોનસન એન્ડ જોનસનફાર્મા કંપનીની એક ડોઝ વાળી આ રસીને તૈયારી કરી છે. હાલમાં જ ભારત સરકાર કંપનીને ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. હાલમાં કંપનીને રસીની આયાત કરવાની પરવાનગી મળી છે. પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઈની સાથે થેયેલા કરાર અંતર્ગત આગામી દિવસોમાં આનું ઘરેલુ ઉત્પાદન પણ શરુ થઈ જશે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જોનસન એન્ડ જોનસનને ઘરેલુ ઉત્પાદન માટે ફરીથી પરવાનગી લેવી પડશે આ રસીનો એક ડોઝ પુરતો છે અને આની પહેલી બેચ આવતા એક અઠવાડિયાની અંદર પણ ભારત આવી શકે છે. જણાવ્યું કે હાલમાં જ રસીના ટેસ્ટ માટે પૂણે સ્થિત લેબને માન્યતા આપવામાં આવી છે. દેશમાં ત્રણ લેબમાં આ સુવિધા છે.નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે સ્કુલો ખોલવા માટે બાળકોનું રસીતરણ થવું જરુરી નથી. દુનિયાના કોઈ પણ દેશમાં આવું નથી થયું. સ્કૂલો ખોલવાને લઈને બાળકો માટે કોઈ શરત નહીં હોય. બાળકોની જગ્યાએ સ્કૂલ સ્ટાફનું રસીકરણ થવું જરૂરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!