ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી – વ – જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત તેમજ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ તા.૨૬ એપ્રિલના રોજ વલસાડ જિલ્લાની ગત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં જે મતદાન મથક પર ૫૦% થી ઓછું મતદાન થયુ હતું તેવા ૬૩ મતદાન મથક પર ‘‘ચુનાવી પાઠશાલા’’નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક પર તાલુકાના બી.આર.સી.કો- ઓર્ડિનેટરો, સી.આર.સી.કો- ઓર્ડિનેટરો, આચાર્યશ્રીઓ, બી.એલ.ઓ.શ્રીઓ ઉપસ્થિત રહી ૪૮૭૩ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલો અને ગ્રામજનોને મતાધિકારનું મહત્વ સમજાવી મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે ચુનાવી પાઠશાલાની આમંત્રણ પત્રિકા આપી વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.