ડી-માર્ટ શરૂ થવા પહેલાં જ ગ્રહણ: આખરે વલસાડ અબ્રામા ને.હા. સર્વિસ રોડ પર ડી માર્ટ દ્વારા બનાવાયેલા ડીવાઈડર તંત્ર દ્વારા દૂર કરાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના અબ્રામા હાઇવે સર્વિસ રોડ  પર ડી માર્ટ દ્વારા હાઇવેના સર્વિસ રોડ ઉપર  ગેરકાયદેસર બાંધકામ કરવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર અપાયા બાદ આજરોજ સર્વિસ રોડ પર ગેરકાયદેસર બાંધકામને બુલડોઝરથી તોડી નાખી રોડ ખુલ્લો કરવામાં આવતા વિસ્તારના રહીશો કંપનીના કર્મચારીઓ અને  વાહનચાલકોને રાહત મળી છે.
ત્રણ અઠવાડિયા અગાઉ  વલસાડ નગર પાલિકા લના માજી સભ્ય અને વલસાડના અબ્રામાના રહીશ રવિન્દ્ર મહાકાલ તથા  વિસ્તારના રહીશોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં મુજબ વલસાડ અબ્રામાં સ્થિત સીટી હદમાં આવેલા અબ્રામા વાવ ફળિયામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ આવેલ ડી માર્ટનું બાંધકામ ચાલી રહેલ છે. આ ડી માર્ટ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ પર  ડીવાઈડર તેમજ અન્ય તમામ બાંધકામ કાયદા વિરૂદ્ધ અને વાહનચાલકોને અડચણરૂપ તથા જોખમ ઉભુ કરનારું લાગતા સ્થાનિક સભ્ય તેમજ ગ્રામજનોએ  બાંધકામ અંગેની પરમિશન માંગતા નેશનલ હાઈવે દ્વારા કામ કરવાની પરમિશન આપી હોવાનું કંપનીના સંચાલકોએ સ્થાનિકોને જણાવ્યું હતું. નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ખાડા ખોદી બેરીકેડ તેમજ લોખંડની ડિવાઈડર બનાવવામાં આવતા વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીઓ 3,000થી વધુ લોકો અને વાહન ચાલકોને  અવર-જવર કરવામાં ભારે તકલીફો પડતી હોવાની ફરિયાદ કરી હતી. જેના સંદર્ભે આજરોજ સવારે વલસાડના અબ્રામા હાઇવે પરના સર્વિસ રોડ પર ડી માર્ટ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને બુલડોઝરથી  ધ્વસ્ત કરી રોડ ખુલ્લો કરવામાં આવતા વિસ્તારમાં રહીશો કંપનીના કર્મચારીઓ અને વાહન ચાલકોને રાહત મળી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!