વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીનું લેવલ સતત વધી રહ્યું છે. ઔરંગા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીના વલસાડના કૈલાશ રોડ સ્થિત પુલ ઉપર પાણી ચઢી જવાની શક્યતાને કારણે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કૈલાશ રોડ બ્રિજની બંને તરફ પોલીસ ગોઠવી દઈ વાહનોની અવર-જવર બંધ કરાવી દીધી છે.
ગુજરાત એલર્ટ સાથેની વાતચીતમાં વલસાડ સીટી પીએસઆઇ જે.આઇ. પરમારે જણાવ્યું હતું કે વલસાડ મામલતદારની સૂચના આધારે તકેદારીના પગલારૂપે તાત્કાલિક કૈલાસ રોડ ઔરંગા નદીનાં પુલ પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે.