DSP ડો. રાજદીપસિંહ ઝાલાએ ગૌપૂજન કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરી

વલસાડ
14મી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારત દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. તેમાં પણ ઉત્સવપ્રિય ગુજરાતીઓમાં ઉતરાયણનું અનેરું મહત્ત્વ રહેલું છે. ઉતરાયણને લઈને પતંગ રસિકો ધાબા ઉપર પતંગ ચગાવી ઉજવણી કરે છે. તો બીજી તરફ કેટલાક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા પશુઓ માટે દાન એકત્ર કરવાની કામગીરી કરી ઉત્તરાયણની ઉજવણી કરાઇ છે.

આજરોજ વલસાડની વાંકી નદી ખાતે આવેલાં અગ્નિવીર ગૌધામ ખાતે વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાએ ગૌપૂજન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનો ગાયો પ્રત્યે અનેરો પ્રેમ છે અને પોતાના જન્મદિવસની ઉજવણી પણ તેઓ ગાયોનું પૂજન કરીને ઉજવતા આવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળની વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં ગૌતસ્કરો પર લગામ લગાવી છે. સાથે જ ગૌ તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આથી જિલ્લાના ગૌ પ્રેમીઓમાં પણ જિલ્લા પોલીસ પ્રત્યે આદરભાવ વધ્યો છે. આજે અગ્નિવીર ગૌશાળા તેમજ સેવા મિત્ર મંડળના સ્વયંસેવકોએ પણ વલસાડ જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા પોલીસનું સન્માન કર્યું હતું. તેમની સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ જે. એન. ગોસ્વામીએ પણ ગૌપૂજન કરી ધન્યતા અનુભવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!