ડૉ. પ્રવિણ પટેલે બેસ્ટ સાયન્સ ટીચરનો એવોર્ડ મેળવી ધરાસણાનું ગૌરવ વધાર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ
મૂળ વલસાડનાં ધરાસણા અને વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શિક્ષકને ગુજરાત સાયન્સ અકેડમી દ્વારા “GSA-બેસ્ટ અંડરગ્રેજ્યુએટ કેમિકલ સાયન્સ ટીચર” નો એવોર્ડ મળતા ધરાસણાનું ગૌરવ વધ્યુ છે.

મૂળ ધરાસણાના ડૉ. પ્રવિણભાઈ પટેલને આ એવોર્ડ શૈક્ષણિક ઉત્તમતા અને અંડરગ્રેજ્યુએટ સ્તરે સંશોધન ક્ષેત્રે આપેલા યોગદાનની માન્યતા સ્વરૂપ મળ્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મને 36મી ગુજરાત સાયન્સ કોંગ્રેસ દરમ્યાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પ્રાપ્ત થયો હતો. જ્યાં વિવિધ ક્ષેત્રના વિદ્વાન અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. એ પ્રસંગે ડૉ. કે. સી. પોરિયા (વાઇસ-ચાન્સેલર, HNGU પાટણ), પ્રોફ. ડૉ. અનામિકા સાહા (ભૂતપૂર્વ વાઇસ-ચાન્સેલર, ગુજરાત વિદ્યાપીઠ), ડૉ. અનિલ કુમાર (ડિરેક્ટર, DRDO, હૈદરાબાદ) અને GSA પ્રમુખ પ્રોફ. પી. એન. ગુજ્જરની ઉપસ્થિતિમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
આ પ્રોત્સાહન ભવિષ્યમાં શિક્ષકોને પ્રભાવશાળી શૈક્ષણિક અને સંશોધન કાર્યો માટે મને પ્રેરણા પૂરૂં પાડશે. આ સન્માન માટે ગુજરાત સાયન્સ અકાડેમી અને સમસ્ત જ્યુરી સભ્યોનો તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!