ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ગાયત્રી ચેતના કેન્દ્ર તથા દોલત ઉષા ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩/૧/૨૦૨૫ ના રોજ વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળના સંસ્કાર કેન્દ્ર ખાતે દેવ સંસ્કૃતિ યુનિવર્સિટી, હરિદ્વારના પ્રો-વાઇસ ચાન્સેલર અને ગાયત્રી પરિવારના દિવ્યાત્મા ડો. ચિન્મય પંડ્યાએ વિધ્વતા ભર્યું “મનઃસ્થિતિ બદલે તો પરિસ્થિતિ બદલે” વિષય પર ખૂબ જ અદભુત અને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમના ખુબ જ પ્રેરણાદાયી પ્રવચનમાં વલસાડ કોલેજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી જીવન જીવાવાની ચાવી મેળવી હતી. વલસાડ ગાયત્રી પરિવારના આશરે દોઢસોથી વધુ શ્રોતા પણ હાજર રહ્યા હતા.
જીવન જીવવાની અને ઉન્નત જીવનની શીખ આપતું ડો.ચિન્મયજીનું પ્રવચન એક શ્રેષ્ઠ કોટિનું હતું. ગાયત્રી પરિવાર, વલસાડના હસમુખભાઈ, મહેન્દ્રભાઈ દેસાઈ, અમેરિકાથી આવેલા સિસ્કોના પ્રિન્સિપાલ સાયન્ટીસ્ટ ડો. વિપુલ પટેલ સહિત વિદેશથી આવેલા કેટલાય ગણમાન્ય અતિથિઓએ ખાસ હાજરી આપી હતી.
દોલત ઉષા કોલેજના કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્નેહલ જોશી તથા કોલેજના તમામ પ્રોફેસરો ડો. હેતલબેન, કૃષ્પબેન, ખ્યાતિબેન, દિવ્યેશભાઈ તથા અન્ય સ્ટાફ મિત્રોએ ખુબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડના આંગણે આવો અદભુત અને વિધ્વતાપૂર્ણ કાર્યક્રમ યોજાયો જેનો લાભ કેટલાય વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો હતો. ખાસ કરીને નૂતન કેળવણી મંડળના સ્વાતિબેન અને કીર્તિભાઈનો સારો સહયોગ મળ્યો હતો.