કોઈ પણ અધિકારી સાથે દોસ્તી રાખશો નહીં: નમો એપ ડાઉનલોડ કરી લોકઉપયોગી સરકારી યોજનાઓ આમ નાગરિક સુધી પહોંચાડો: સી.આર. પાટીલ

વલસાડ
વલસાડ આવેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તમામ કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે દોસ્તી નહીં રાખવા તેમજ નમો એપ ડાઉનલોડ કરી તેમાં લોક ઉપયોગી સરકારી યોજનાઓની વિગતો આમ નાગરિક સુધી જાય એના માટે સતત કામ કરવાની કાર્યકર્તાઓને સમઝ આપી હતી. તેમજ સોશિયલ મીડીયાનો પુરે પૂરો ઉપયોગ કરવાની સૂચના આપી હતી.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ પાટકર તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલની વિષેશ ઉપસ્તીથીમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા આજરોજ વલસાડ વિધાનસભા પ્રશિક્ષણ વર્ગ તથા પેજપ્રમુખ કાર્ડ વિતરણ તેમજ જીલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના સન્માન કાર્યક્રમનું આયોજન વલસાડ તિથલ રોડ સ્થિત કોળી પટેલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું.

આ તબક્કે સી.આર.પાટીલ દ્વારા જણાવાયું હતું કે વલસાડ જિલ્લામાં ચાલી રહેલાં પેજ કમિટીના કાર્યને ઝડપથી પૂરું કરવામાં આવે તેમજ સૌથી વિશેષ તમામ કાર્યકર્તાઓને નમો એપ ડાઉનલોડ કરી તેમાં લોક ઉપયોગી સરકારી યોજનાઓની વિગતો આમ નાગરિક સુધી જાય એના માટે સતત કામ કરવાની કાર્યકર્તાઓને સમજ આપી હતી. તેમજ સોશિયલ મીડીયાનો પુરે પૂરો ઉપયોગ કરવાની સૂચના આપી હતી, આ સાથે જ સી.આર.પાટીલએ આગામી વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે તેવો નીર્ધાર વ્યકત કરી એના માટે સહુ પાર્ટીના કાર્યકર્તાઓને મહેનત કરવાની હાકલ કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની, વલસાડ ડાંગના સંસદ ડો. કે.સી.પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના જી.યુ.ડી.સી. વિભાગના ડાયરેકટર હાર્દિકભાઈ શાહ, વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સ્નેહીલ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ ઉપરાંત રાજેશભાઇ ભાનુશાલી, હર્ષદભાઈ કટારીયા, હિતેશભાઈ ભંડારી, કંદર્પભાઈ દેસાઈ ઉપરાંત અનેક હોદેદારો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!