ગુજરાત એલર્ટ | વાપી
મોબાઇલના આધુનિક યુગમાં ભુલાઇ જતી ચેસની રમતને ફરીથી પ્રચલિત કરવા માટે મૂળ સૂરત અને હાલ વાપી સ્થાયી થયેલા નેફ્રોલોજિસ્ટ ડો. સાગર જેઠવા દ્વારા એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ. જેમાં જિલ્લાભરના ડોક્ટરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સિવાય અન્ય ચેસ રસિકોએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ડો. સાગર જેઠવા દ્વારા મગજને સચેત કરતી આ રમતનો વ્યાપ વધારવા આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ. જેમાં 50 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ડોક્ટરો માટે એક ખાસ કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે ડો. અમિત વિજેતા થયા હતા. જ્યારે દ્વિતિય ક્રમે ડો. સાગર જેઠવા અને તૃતિય ક્રમે ડો. મન્ત્રા ભાનુશાળી વિજેતા બન્યા હતા. આ સિવાય ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે આલોક ચક્રવતી અને દ્વિતિય ક્રમે સામ્યક જૈન વિજેતા બન્યા હતા. રવિવારની સવારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ સાંજે પૂર્ણ થઇ હતી. આ ટુર્નામેન્ટમાં દરેક સ્પર્ધકોએ 6 મેચ રમી હતી. જેના થકી તેમના પોઇન્ટની ગણતરી થઇ હતી અને તેમના વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી.