વલસાડ તાલુકા પંચાયત કચેરીના બાંધકામને પગલે ડાયવર્ઝન આપતુ જાહેરનામુ બહાર પડાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી તે જ જગ્યાએ તાલુકા પંચાયત કચેરીનું નવું મકાન બનાવવાની કામગીરીનો પ્રારંભ થનાર હોવાથી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવાની દરખાસ્ત અન્વયે પોલીસ વિભાગ, પાલિકા ચીફ ઓફિસર તથા વલસાડ સિટી મામલતદારનો સંયુક્ત અભિપ્રાય મંગાવતા હકારાત્મક અભિપ્રાય મળ્યો હતો જે ધ્યાને લઈ આ રસ્તા પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવું હિતાવહ જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (૨૨ માં)ની કલમ-૩૩ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દરખાસ્ત તથા તપાસણી અધિકારીઓના અભિપ્રાય મુજબ ડાયવર્ઝન આપી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાતાં ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાને લક્ષમાં રાખી જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
ડાયવર્ઝન અંગેની વિગત જોઈએ તો, હવે વાહન ચાલકો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન થી તાલુકા પંચાયત કચેરી થઈ ડોક્ટર હાઉસ તરફથી જઇ શકાશે અને બીજો રસ્તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડ ધરમપુર રોડ થઈ કલ્યાણ બાગ તરફ થઈ જઇ શકશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!