આરોગ્‍ય રાજ્‍ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા આયોજન મંડળની બેઠક યોજાઇઃ

વલસાડ

વલસાડ રાજયકક્ષાના આરોગ્‍ય મંત્રીશ્રી અને વલસાડ જિલ્લા પ્રભારીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.
બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી મંત્રીશ્રી કાનાણીએ વલસાડ જિલ્લાનું વર્ષઃ- ૨૦૨૧- ૨૨ નું જિલ્લાનું આયોજન હેઠળ વિવિધ કામોની મંજૂરી આપી હતી. જેમાં રસ્‍તા, પેવર બ્‍લોક, નાળા, પાણી પુરવઠો, ડ્રેનેજના કામો, પીવાના પાણીની સુવિધા, વરસાદી ગટર વગેરે વિવિધ કામોની વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત વિવેકાધીનની ૧૫ ટકા જોગવાઇ અને પ્રોત્‍સાહકની ૫ ટકા જોગવાઇ હેઠળ વલસાડ જિલ્‍લાનું આયોજન મંજૂર કર્યુ હતું. જે મુજબ જિલ્લામાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ કુલ રૂા. ૭૫૦.૦૦ લાખના ૫૪૩ કામોના આયોજનને મંજૂરી આપી હતી. જે અંતર્ગત ધરમપુર તાલુકાના ૬૭ કામો માટે રૂા. ૧૪૭.૫૦ લાખ, કપરાડા તાલુકા માટે રૂા. ૧૭૬ કામો માટે રૂા. ૧૪૭.૫૦ લાખ, પારડી તાલુકા માટે ૭૨ કામો માટે રૂા. ૧૧૭.૫૦ લાખ, ઉંમરગામ તાલુકા માટે ૯૨ કામો માટે રૂા. ૧૨૨.૫૦ લાખ, વાપી તાલુકા માટે ૩૭ કામો માટે ૯૭.૫૦ લાખ અને વલસાડ તાલુકા માટે ૯૯ કામો માટે રૂા. ૧૧૭.૫૦ લાખ તેમજ ૫ ટકા પ્રોત્‍સાહક જોગવાઇ હેઠળ કુલ રૂા. ૨૫૦ લાખના ૧૨ કામો મંજૂર કરવામાં આવ્‍યા હતા. જે અંતર્ગત ધરમપુર અને કપરાડા માટે એક કામના ૨.૫૦ લેખે બન્ને તાલુકાના રૂા. ૫.૦૦ લાખ, પારડી તાલુકા માટે ૪ કામો માટે રૂા. ૭.૫૦ લાખ, ઉંમરગામ તાલુકા માટે એક કામ માટે રૂા. ૨.૫ લાખ, વાપી તાલુકા માટે ર કામો માટે રૂા. ૨.૫૦ લાખ અને વલસાડ તાલુકા માટે ૩ કામના રૂા. ૭.૫૦ લાખનો સમાવેશ થાય છે. જિલ્લાની નગરપાલિકાઓને ૧૫ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળ કુલ રૂા. ૧૨૫ લાખના ૧૨ કામોની મંજૂરી આપવામાં આવી હતી. જે અન્‍વયે વલસાડ નગરપાલિકાને ૨ કામ માટે રૂા. ૨૫ લાખ, વાપી નગરપાલિકાને ૩ કામ માટે રૂા. ૨૫ લાખ, પારડી નગરપાલિકાને ૨ કામ માટે રૂા. ૨૫ લાખ, ઉમરગામ નગરપાલિકાને ૨ કામ માટે રૂા. ૨૫ લાખ અને ધરમપુર નગરપાલિકાને ૩ કામ માટે રૂા. ૨૫ લાખનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ વિવેકાધિન જિલ્લા કક્ષાની જોગવાઇ અંતર્ગત જિલ્લા પંચાયત વલસાડના ૬ કામો માટે રૂા. ૧૫૦ લાખ, માર્ગ અને મકાન વિભાગ રાજયકક્ષા હેઠળ ૧ કામ માટે રૂા. ૪૩ લાખ અને ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઇ પટેલના મતવિસ્‍તાર ધરમપુર માટે ૪ કામો માટે રૂા. ૧૦ લાખ મંજૂર કરવામાં આવ્‍યા હતા. બેઠકમાં મંત્રીશ્રીએ ખાસ પ્‍લાન(બક્ષીપંચ) હેઠળ વર્ષઃ- ૨૦૨૧-૨૨ નું આયોજન, વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાની મે- ૨૦૨૧ અંતિત પ્રગતિ અને એમ.પી.એલ.એ. હેઠળ મે- ૨૦૨૧ અંતિ પ્રગતિની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રીએ વધુમાં બેઠકમાં મંજૂર કરાયેલા કામો શરૂ કરી તેની જરૂરી વહીવટી મંજૂરી મેળવીને નિયત સમય-મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્‍યું હતું.
બેઠકના પ્રારંભે વલસાડ કલેકટરશ્રી આર. આર. રાવલે મંત્રીશ્રીને વલસાડ જિલ્‍લાના વર્ષઃ- ૨૦૨૧-૨૨ ના થયેલ આયોજન બાબતે જાણકારી આપી હતી.
આ બેઠકમાં વલસાડના સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, જિલ્‍લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરી, વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલ, જિલ્‍લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી નાયબ કલેકટરશ્રી એન.એ.રાજપૂત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોજ શર્મા, પ્રાયોજના વહીવટદારશ્રી બી.કે.વસાવા, જિલ્લા આયોજન અધિકારીશ્રી મનીષ ગામીત તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!