ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે STARTUP અને INNNOVATION TRAINING POLICY અવેરનેસ અંગે જિલ્લા સ્તરીય ક્લસ્ટર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ સેમિનારનો ઉદ્દેશ તેમજ STARTUP અને INNNOVATIONનું મહત્વ સમજાવી જણાવ્યું કે, આવનારા દિવસોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના યુવાનો માટે વધુમાં વધુ STARTUP અને INNNOVATIONના યુનિટો શરૂ થશે અને યુવાનો માટે રોજગારીના આયામ ઉભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. સેમિનારમાં STARTUP અને INNNOVATIONના નિષ્ણાત પંચમ બારૈયાએ દોઢ કલાકનો એક સેમિનાર લીધો હતો. જેમાં તેમણે STARTUP અને INNNOVATION અંગે સરકારની યોજનાઓ તેમજ અન્ય સંલગ્ન નાણાંકીય વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
બીજા સેશનમાં પેટેન્ટના નિષ્ણાંત કિર્તીકુમાર એમ.પટેલે દોઢ કલાક દરમિયાન STARTUP અને INNNOVATION માટે ખુબ જ મહત્વની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખુબ જ રસ લઈને પ્રશ્નોત્તરી પણ કરી હતી. સેમિનારમાં જિલ્લાની ૧૪ કોલેજોના ૧૫-૧૫ વિદ્યાર્થીઓ તેમજ ૫ ફેકલ્ટી આ સેમિનારમાં સહભાગી થઈ હતી. સેમિનારના ત્રીજા સેશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પ્રોગામ) ના કો.ઓર્ડીનેટર ડૉ.પરેશ પારેખે દોઢ કલાક દરમિયાન STARTUP અને INNNOVATION વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ દરમ્યાન તેમણે વિદ્યાર્થીઓ પાસેથી સવાલ- જવાબ લેખિતમાં લઈ એન્ટરપ્રિન્યોર માટે PRE-QUALIFIED TEST પણ લીધી હતી. આમ ૧૪ જેટલી કોલેજના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૭૦ ફેકલ્ટીએ આ સેમિનારમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષસ્થાનેથી શ્રી નૂતન કેળવણી મંડળના મંત્રી કિર્તીભાઈ દેસાઈએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં STARTUP અને INNNOVATIONનું મહત્વ વધતું હોવાને કારણે આ બાબતે આપણે બધાએ સાથે મળીને આ કાર્યક્રમને બિરદાવું જોઈએ. મને આનંદ છે કે, શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ આ પ્રકારનું કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળના ડાયરેક્ટર જનરલ ડૉ.નિર્મલ શર્મા પણ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ માટે શુભેચ્છા અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કો- ઓર્ડિનેટર પ્રો.ઠાકોરભાઈ બી. પટેલ, પ્રો.રમેશભાઈ જી.પવાર, પ્રો.પારસ શેઠ, પ્રો.ચિરાગ રાણા અને ડૉ.તરુલતા માહ્યાવંશીએ ભારે જહેમત ઉઠાવી હતી.આભારવિધિ પ્રો.મહેશભાઈ જી.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.જીનીશા ભૈનસારે અને પ્રો.દિવ્યા ઢીમ્મરે કર્યું હતું.