ગુજરાત એલર્ટ । વલસાડ
જિલ્લા રોજગાર કચેરી વલસાડ, નેશનલ કરિયર સર્વિસ સેન્ટર SC/STs સુરત અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાપીનાં સંયુક્ત ઉપક્રમે તા.૦૧ માર્ચ-૨૦૨૪ ના રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાપી ખાતે જિલ્લાકક્ષાનો મેગા જોબફેર યોજાશે. આ ભરતીમેળાનો ઉદ્દેશ ઉમેદવારોને રોજગારીની તકો મળી રહે અને આત્મનિર્ભર થઈ શકે તેવા ઉમદા આશયથી રોજગાર ભરતીમેળોનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગારવાંછુ ઉમેદવારોને રજીસ્ટ્રેશન કરવા વલસાડ રોજગાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જિલ્લાકક્ષાનો મેગા જોબફેરમાં ભાગ લેવા ઈચ્છુક રોજગારવાંચ્છું ઉમેદવારોએ ગુગલ લીંક(https://forms.gle/qbXDnzbBedpNfBtFA) દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોને ઉપલબ્ધ ખાલી જગ્યાઓના આધારે ઈન્ટરવ્યું માટે ભરતીમેળામાં બોલાવવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૫/૦૨/૨૦૨૪ છે.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે તા.૦૧ માર્ચના રોજ જિલ્લાકક્ષાનો મેગા જોબફેર યોજાશે: ૨૫ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
