ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓકે સહપરિવાર વલસાડ શહેરની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ગ્રીન મતદાન મથકમાં મતદાન કર્યું હતું.
કલેક્ટરશ્રીએ સામાન્ય નાગરિકો સાથે લાઈનમાં ઊભા રહી, આઈડી કાર્ડ ચેક કરાવી પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. તેમણે મતદારોને લાગણીશીલ અપીલ કરતા કહ્યું હતું કે, જિલ્લામાં સવારથી જ સારૂ મતદાન થઈ રહ્યું છે. તેથી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને વધુ શક્તિશાળી બનાવો, નોકરિયાતો સમય કાઢી મતદાન કરો, ગરમી હોવા છતાં આપણી નૈતિક ફરજ સમજી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરો. તેમજ યુવા, મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એનો પણ લાભ લઈ મતદાન કરવા અપીલ કરી હતી.