ફાઇલોનો કર્યો નિકાલઃ આને કહેવાય કામ પ્રત્યેની લગન: અમેરિકા જતાં વિમાનમાં પણ કામ કરતા નજરે પડ્યા વડાપ્રધાન મોદી

વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. આજે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના અનેક અધિકારી પહોંચ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ ઉપસ્થિત હતા. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે અને કવાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.
આ અગાઉ પીએમ મોદીએ એક તસવીર શેર કરીને જણાવ્યું કે લાંબી મુસાફરીમાં તેઓ ફ્લાઈટમાં કેવી રીતે સમય પસાર કરે છે. પીએમ મોદીએ મુસાફરી દરમિયાન ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે. પીએમ દ્વારા ટ્વીટ કરાયેલી તસવીરમાં પીએમ મોદીના હાથમાં ફાઈલો જોવા મળી રહી છે. ફાઈલો સાથે પીએમના હાથમાં એક પેન પણ છે. પીએમ મોદીએ આ તસવીર સાથે એક કેપ્શન પણ આપી છે. તેમણે કહ્યું કે લાંબી ઉડાનમાં કાગળો અને ફાઈલો જોવાની તક મળી જાય છે.પીએમ મોદીએ લખ્યું કે જયારે તમારી ફ્લાઈટ લાંબા અંતરની હોય તો તમે તે સમયનો ઉપયોગ તમારા પેપર અને ફાઈલ વર્ક પૂરા કરવા માટે કરી શકો છો. પીએમ મોદીની આ ટ્વીટ હાલ ખુબ વાયરલ થઈ રહી છે. ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા મોટાભાગના લોકોએ આ સલાહને પોતાના જીવનમાં લાગૂ કરવાની પણ વાત કરી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે.તેઓ ગઇ કાલે સવારે ૧૧ વાગ્યે દિલ્હીથી રવાના થયા હતા અને આજે સવારે ૩:૩૦ કલાકે વોશીંગ્ટન પહોંચ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!