સાચવજો! તમને આ નકલી ડોકટરે તો દવા નથી આપી ને? વલસાડ જિલ્લામાં 7 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા

વલસાડ
વલસાડ જિલ્લામાં મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાવાનો કિસ્સો બન્યો છે. વગર ડિગ્રી ધરાવતા ડોક્ટરોને ત્યાં ગતરોજ એકી સાથે વલસાડ જિલ્લાની પોલીસ તથા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વલસાડ, વાપી, ઉમરગામ અને કપરાડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ત્યાંથી કોઈ પણ જાતની પરવાનગી કે આધાર પુરાવા વિના બોગસ પ્રેકટીસ કરતા ૭ જેટલા નકલી ડોકટર ઝડપાઇ ગયા હતા.
પોલીસે તમામની અટકાયત કરી તેમના પાસે રહેલા આધાર પુરાવા અને સર્ટીફિકેટ માગ્યા હતા. જોકે મોટાભાગના કેસોમાં કોઇ પણ જાતના સર્ટિફિકેટ કે આધાર પુરાવાઓ કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનનું કોઈપણ પ્રમાણપત્ર કે પરવાનગી સહિત જિલ્લા આરોગ્ય વિભાગની પણ કોઈ પરવાનગી આપી શક્યા ન હતાં. આથી પોલીસ અને આરોગ્ય વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોટાભાગે આ બોગસ તબીબો જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એવા વિસ્તારોમાં બોગસ પ્રેકટીસ કરતા હતા. જ્યાં શ્રમજીવી અને ગરીબ વર્ગના પરિવારો રહેતા હોય છે. આ છેવાડાના લોકોની અજ્ઞાનતા અને ગરીબી સાથે મજબૂરીનો લાભ લઇ આ ઝોલાછાપો ગેરકાયદેસર રીતે તેઓની તબીબી તપાસ અને સારવાર કરતા હતા. આમ કોઈપણ જાતની ડિગ્રી કે આધાર પુરાવા વિના મોટાભાગના ઝોલા છાપો પ્રેક્ટિસ કરી અને લોકોના જીવ સામે જોખમ ઊભું કરતા હતા. આથી તમામ વિરોધ કડક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડ પોલીસના ડીવાયએસપી મનોજ શર્માએ જણાવ્યું હતુ કે જિલ્લામાં એક સાથે તમામ તાલુકાઓમાં પોલીસની ટીમો અને આરોગ્ય વિભાગની ટીમોએ કરેલી કાર્યવાહીના કારણે જિલ્લાના ઝોલાછાપ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીમાં પોલીસે તમામની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા ડોક્ટરોના નામ

અમરેન્દ્ર નાગેશ્વર સિન્હા, ભિલાડ – દિબાશીશ આશુતોષ બિશ્વાસ, ડુંગરા – નિરંજન મોતીલાલ વિશ્વાસ, વાપી ટાઉન – નિહાર રંજન બિશ્વાસ, વાપી ટાઉન – પપ્પુ રામકિશોર પ્રજાપતી, ગુંદલાવ – રતનકુમાર નેપાલચંદ્ર ડે, નાનાપોઢા – ત્રિભુવનદત્ત રામબોધ તિવારી વલસાડનો સમાવેશ થાય છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!