ગુજરાત એલર્ટ | આહવા
પોલીસની વાંધાજનક વર્તણુક સામે જો કોઈ પ્રજાજનોએ ફરિયાદ કરવી હોય તો તે માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ બોર્ડની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં પોલીસ વર્તુણૂક સામેની ફરિયાદ કરવી હોય તો ૧૦૦/૧૧૨ નંબર ડાયલ કરી, પોલીસની મદદ મેળવવા તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે TRB જવાન લાંચની માંગણી કરે તો એ. સી.બી. હેલ્પલાઇન નંબર ૧૦૬૪ પ્રજાજનો ડાયલ કરી શકે છે.
ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલની આગેવાનીમાં જિલ્લામાં ઠેર ઠેર પોલીસ ફરિયાદ અંગેની જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે.