ગુજરાત એલર્ટ । ખેરગામ
તા.૧૧-મે એજાહેર થયેલ ધો.૧૦ બોર્ડની પરીક્ષાના પરિણામમાં ખેરગામ તાલુકાની નામાંકિત શાળા સંસ્કાર વિદ્યામંદિર, પાણીખડક શાળાનું પરિણામ ૮૧.૬૭ ટકા આવ્યું છે. જેમાં 191 વિદ્યાર્થીઓમાંથી 156 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ખાસ નોંધનીય બાબત એ છે કે શાળાના 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.
તાલુકા મથકની સૌથી જૂની- જનતા માધ્યમિક શાળામાં 220 માંથી 145 પાસ થતાં 65.90 ટકા પરિણામ લાવી છે. જેમાં પ્રથમ ક્રમે ધ્રુવી ડાહ્યાભાઈ આહીર એ 1 ગ્રેડ સાથે 90.5 ટકા, બે-પ્રિન્સી મહેશ એ ટુ ગ્રેડમાં 84.33 ટકા અને વૈભાવ ગાંવિત એ ટુ ગ્રેડમાં 81.16 ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરે છે.
સંસ્કાર વિદ્યાલયમાં પ્રિયાંશુ અરવિંદ પવારે ઍવન ગ્રેડમાં ૯૫.૧૬ ટકા, ફલક સત્યપ્રકાશ મિશ્રા ઍ-૧ માં ૯૩.૧૬ ટકા, ત્રીજે ઈશા ગણેશ ચૌધરીએ ઍ ટુ ગ્રેડમાં 88.66 ટકા હાંસલ કર્યા છે.
ગુપ્તેશ્વર હાઇસ્કુલનુ ૮૯.૪૯ ટકા પરિણામમાં હરિદાસ સુભાષ કડુ 64.67 ટકા સાથે પ્રથમ છે. ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા જામનપાડા નુ ૯૭.૩૬ પરિણામ ખેરગામ તાલુકામાં શ્રેષ્ઠ છે.
દત આશ્રમ જન સેવા ટ્રસ્ટ સંચાલિત સરસીયા ફળિયા ખાતેની રંગ વિદ્યામંદિર ધોરણ 12 માં 96% અને 10 માં સો ટકા પરિણામ મેળવવા ભાગ્યશાળી બની છે જેમાં ધોરણ 12 માં નિતિના બરફ હૈદરી- ધરમપુરની ૭૮ ટકા અને 10 માં મુન્ના બરફ 87 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યા છે. ઉત્તીર્ણ થનારા તમામને આચાર્ય તથા ટ્રસ્ટી સંચાલક કાળીદાસભાઈ પટેલ અભિનંદન પાઠવે છે.
ખેરગામ કેન્દ્રના સંચાલક આચાર્ય ચેતન પટેલ સંસ્કાર વિદ્યાલયના મનોજ પટેલ વિગેરે દ્વારા પાસ થનારા તમામને અભિનંદન અને નાપાસ થનારાને ફરી મહેનત કરી ઉત્તીર્ણ થવા માટે શુભકામના પાઠવી હતી.