આજ રોજ જીલ્લા સેવાસદન આહવા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન

ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો. જેમાં મુકેશભાઈ ચંદરભાઈ પટેલ પ્રમુખ, ડાંગ જીલ્લા માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, ડાંગ જીલ્લા પ્રમુખ IT સેલ મનીષભાઈ મારકણા,ડાંગ જિલ્લા કોંગ્રેસ, ગીતાબેન પટેલ સદસ્ય, ડાંગ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા, રાકેશભાઈ પવાર પ્રમુખ, ડાંગ યુવક કોંગ્રેસના કિશોરીબેન આર. ચૌધરી, સ્નેહલભાઈ ઠાકરે કાર્યકારી પ્રમુખ, વગેરે કર્યકર્તાઓ હાજર રહયા હતા. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ૧૪૭ સાંસદો ને સસ્પેન્ડ કરવા આવેલ હતા. જે લોકશાહી પરના અભૂતપૂર્વ હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્યે આપણી સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે.

દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે.અને ૧૪૭ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને ભાજપ સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલ હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!