ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ધો. ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત કસોટી યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે બોમ્બે એસોસિએશન ઓફ સાયન્સ એજ્યુકેશન (BASE), અને બેયર વાપી પ્રાઇવેટ લિ.ના સંયુક્ત ઉપક્ર્મે ધો. ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કૌશલ્ય-આધારિત કસોટી Test Your Experimental Skills-૨૦૨૩ લેવલ – ૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કસોટીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ૩ કલાકના સમયમાં ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનના બે પ્રયોગો કરવાના હતા, જેમાં ૭૫% ગુણ મેળવનાર વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય છે. જેમાં વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલોનાં કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પૈકી આદર્શ નિવાસી શાળા, ધરમપુરના 7 વિદ્યાર્થીઓ ગાવીત આયુષ, ગવલી વિશાલ, થોરાટ વૈભવ, ભૂસારા પ્રણવ, સરનાયક પ્રદીપ, પટેલ સ્મિતલ અને પટેલ દર્શન Level-૧ માં ઉત્તીર્ણ થયા હતા અને લેવલ – ૨ માટે ક્વોલિફાય થયા હતા. જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

Test Your Experimental Skills- ૨૦૨૩ લેવલ – ૧ નું આગામી આયોજન ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ થશે. જેમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ www.tinyurl.com/skilltestdscd01 પર રેજિસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. આ પ્રસંગે ડૉ. પરેશ જોશી, વાઇસ ચેરમેન, બોમ્બે એસોસિએશન ઓફ સાયન્સ એજ્યુકેશન (BASE)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ ધરમપુરના પ્રાધ્યાપકો ડૉ. સ્મિતા બક્ષી, હેમિલ પટેલ, નયન જાની અને ડૉ. રાજેશ માલન, પ્રોફેસર,GEC, વલસાડ એ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓને ઉપયોગી સૂચનો આપ્યા હતા. પ્રજ્ઞેશ ડી.રાઠોડ, એજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરએ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબના મેન્ટર રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટ તથા એજ્યુકેશન ટ્રેની કૃણાલ ચૌધરી, હેતલ પરમાર, કિંજલ પટેલ, સુરેશ ભોયા અને મિલન દેશમુખે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના તમામ સ્ટાફે અમૂલ્ય સહયોગ આપ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!