વલસાડના કાંજણ રણછોડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામમાં રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૯૨ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૩૯ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ૧૩ મહિલાઓએ પ્રધનમંત્રી ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨૭૦ પશુઓનુ વેક્સિનેશન પણ કરાયું હતું. ૨૨ નવા આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી તેમજ ૦૮ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.
ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના ૦૬ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવાયું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!