ગુજરાત એલર્ટ l આહવા
તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે, ડાંગ જિલ્લાના ચાર નવનિર્મીત પેટા આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
ડાંગ જિલ્લા પંચાયત-આહવાની આરોગ્ય શાખા હસ્તકના સુબીર તાલુકાના શેપુઆંબા પેટા આરોગ્ય કેન્દ્ર અને શિંગાણાના પેટા આરોગ્ય કેન્દ્ર તથા આહવા તાલુકાના ચીંચધરા પેટા આરોગ્ય કેન્દ્ર અને ટાંકલીપાડા પેટા આરોગ્ય કેન્દ્ર મળી કુલ ૪ (ચાર) નવનિર્મિત આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામા આવી હતી. જેમા આરોગ્ય સેવાઓ જેવી કે, PMJAY યોજનાનો લાભ મેળવવા માટે લોકોને અનુરોધ કરવામા આવ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમમા મહાનુભાવો તરીકે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન એસ ગાઇન, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા મયનાબેન બાગુલ, જિલ્લા સદસ્ય સારૂબેન વળવી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, ગૃપ ગ્રામ પંચાયત ટાંકલીપાડા, ચીંચધરા, શેપુઆંબા અને શિંગાણાના સરપંચઓ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત, RCHO સંજય શાહ, ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફીસર ડો.દીલીપ શર્મા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. અનુરાધા ગામીત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીપલદહાડ અને ગાઢવીના તમામ સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.