ખેરગામ
ખેરગામ બજારમાં શ્રીજી રેસ્ટોરન્ટની ગલીમાં શાકભાજીનાં પથારાવાળાને કારણે વાહનોની અવરજવર થઇ શકતી ન હોય સ્થાનિક રહીશોએ ખેરગામ મામલતદારને રજૂઆત કરી ગલીમાંથી શાકભાજીનાં પથારાવાળાને હટાવી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે.
ખેરગામ બજારમાં શ્રીજી રેસ્ટોરન્ટની ગલીમાં મેઇન બજારના પૂર્વ દિશાનાં રહીશો માટે મકાન અને વાડો છે. ત્યાં માત્ર શ્રીજીવાળી માત્ર એક ગલી છે. જે સાંઈ કોમ્પ્લેક્ષ એપાર્ટમેન્ટ સહિત ૨૫ થી ૩૦ રહેવાસીઓ છે. જે બધા તથા અમારા વાહનો ૨૪ કલાક આ ગલીનો ઉપયોગ કરે છે. આ ગલી રસ્તા પર પાથરણાવાળા બેસાડી આજુબાજુ રોજ દબાણ કરવામાં આવે છે. જેના લીધે આ ગલીમાં માત્ર ચાલતા જ તેમજ ખૂબ સાચવીને જવું પડે તેવી હાલત થાય છે. લારીને લઈને દરેક સાથે રોજ કોઈને કોઇની બોલાચાલી રકઝક થાય છે. જે કદાચ ઉગ્ર બોલાચાલી મારામારી પણ થઇ જાય છે. આ ગલીમાં લારી પાથરણા વાળાને સદંતર બંધ કરાવી વાહનોની અવર જવર થઇ રહે તે માટે ૨૪ કલાક ગલી ખુલ્લી રાખવી જરૂરી છે. આ ગલી ખુલ્લી કરાવવા માટે જરૂરી પગલાં ભરી જરૂરી રાહત આપવા માંગ કરી હતી. એમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર ફોર વ્હીલર લઈને ગમે ત્યારે સરળતાથી આવ જાવ કરી શકાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા શાકભાજી વાળાઓની અન્યત્ર વ્યવસ્થા કરી આ ગલી ખુલ્લી રહે તેવી મિરજ દેસાઇ સહિતના સ્થાનિક રહીશઓએ માંગ કરી છે.