નવી દિલ્હ : દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) સરકારે ભારતીય દારૂ અને વિદેશી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. જો કે દારૂની હોમ ડિલીવરી માટે મોબાઇલ એપ અથવા ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ઓર્ડર આપવો પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની બીજી વેવ દરમિયાન લોકડાઉન જાહેરાત થયા પછી દારૂ કંપનીઓએ એપ્રિલ મહિનામાં દિલ્હી સરકાર પાસેથી હોમ ડિલીવરઈ કરવાની મંજુરી માંગી હતી. તેમનુ કહેવુ હતુ કે કોવિડ-19 મહામારીની રોકથામ માટે લોકડાઉનની જાહેરાત કર્યા બાદ દારૂની દુકાનો પર પીનારાઓની લાંબી લાઈન લાગી ગઈ હતી
દારૂ બનાવતી કંપનીઓની સંસ્થા કૉન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઓ (સીઆઈબીસી) એ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મુંબઈમાં કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, પરંતુ રાજ્ય સરકારે દારૂની હોમ ડિલીવરી ઘર સુધી કરવાની મંજુરી આપી છે.
દિલ્હી સરકારનો નિર્ણય:દારૂની હોમ ડિલીવરીને મંજૂરી : મોબાઈલ એપ અને પોર્ટલ મારફત જ ઓર્ડર કરી શકશો
