ગુજરાત એલર્ટ । વલસાડ
તાજેતરમાં ગુજરાતભરમાં અનેક યુવાનો હૃદય રોગના આકસ્મિક હુમલાથી મોતને ભેટી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં પણ આવી ઘટના અવાર નવાર બની રહી છે. આવા બનાવો ન બને તેની જાગૃતિ ફેલાવવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ, રોટરી ક્લબ ઓફ વલસાડ અને બ્રહ્મકુમારી દ્વારા સ્વસ્થ હૃદય અને પ્રસન્ન મનનું રહસ્ય વિષય પર દિલ્હીના સિનિયર હૃદય રોગના નિષ્ણાત ડો. મોહિત ગુપ્તાના વક્તવ્યનું આયોજન કરાયું છે.
TEDX ના એક વક્તા ડો. મોહિત ગુપ્તાને 18 થી વધુ ગોલ્ડ મેડલ મળ્યા છે. મન બળે તો તન બળેની ઉકિત સાથે તેઓ સ્વસ્થ હૃદયની ચાવી પ્રસન્ન મન ને ગણાવે છે. જેના માટે મેડિકેશન સાથે મેડિટેશન પણ જરૂરી છે. જે અંગે તેઓ વિશેષ રૂપે લોકોને સમજ આપશે. આ કાર્યક્રમ 2 માર્ચ શનિવારે વલસાડ મોરારજી દેસાઈ હોલમાં સાંજે 4.30 કલાકે યોજાશે. જેનો લાભ લેવા મેડિકલ એસોસિએશન ઓફ વલસાડ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા લોકોને આમંત્રણ આપ્યું છે.