ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય: ગુજરાત રાજ્યના દરેક બાર એસોશિએશનની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે યોજવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો નિર્ણય

અમદાવાદ : ગુજરાત રાજયના તમામ બાર એસોશીયેશનોની ચૂંટણી આગામી તારીખ ૧૭મી ડીસેમ્બર યોજાશે.બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તા.૨૮-૦૮-૨૦૨૧ના રોજ મળેલી બેઠકમાં નિયમ મુજબ રાજયની તમામ બાર એસોશિયેશનની વાર્ષિક કેઅર્ધવાર્ષિક ચુંટણ યોજવી ફરજીયાત હોઈ ડીસેમ્બર ૨૦૨૧ના ત્રીજા સપ્તાહમાં ૧૭મી ડીસેમ્બરે યોજવાનો નિર્ણય લેવાયો છે.આ જનરલ બોર્ડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન હિરાભાઈ પટેલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી દિલિપભાઇ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી શંકરસિંહ ગોહિલ વગેરે હાજર રહેલ હતા.
જનરલ બોર્ડમાં નક્કી કરેલ મુદ્દામ મુજબ દરેક બાર એસોશિયેશને આ ચુંટણી ‘વન બાર વન વોટ’ મુજબ ની ચૂંટણી ફરજીયાત કરવાની રહેશે.ગુજરાતના કોઈપણ ધારાશાસ્ત્રી કોઈ એક બાર એસોશિયેશનમાં પોતાનો એક મત આપી શકશે. દત્મ ગુજરાત રાજયના ૨૭૦ બાર એસોશિયેશનમાં ચૂંટણી યોજાશે. દરેક બાર એસોશિયેશને ૩૧મી ઓકટોબર સુધી સુધારેલી મતદાર યાદી મોકલવાની રહેશે.
દરેક બાર એસોશિયેશને ચુંટણીના ૪૫ દિવસ પહેલા ચુંટણી કમિશ્નરની નિમણૂંક કરવાની રહેશે. મતદારયાદીની વાંધા અરજી સહિતની આખરી મતદાર યાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ૩૦ દિવસ અગાઉ મોકલી આપવાની રહેશે.
ચુંટણી પ્રક્રિયા અને પરિણામ અને વાંધાઓનો નિકાલ અંગેનો નિર્ણય ૧૦ દિવસની અંદર કરવાનો રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!