ગુજરાત એલર્ટ । વલસાડ
ભારત સરકારશ્રી દ્વારા ખરીફ ૨૦૨૩-૨૪ અડદ માટે રૂ.૬૯૫૦ પ્રતિ કિવન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી તા.૨૧.૧૦.૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૧૬.૧૦.૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ- સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે જે મુજબ ખેડૂતોએ નોંધણી કરવાની રહેશે એવુ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
અડદની ટેકાના ભાવે ખરીદી માટે તા. ૧૬ ઓક્ટોબર સુધીમાં પોર્ટલ પર નોંધણી કરાવી લેવી
