ગુજરાત એલર્ટ । અમદાવાદ
અમદાવાદમાં ડેન્ગ્યૂથી એક વ્યક્તિનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં ડેન્ગ્યૂથી 2 લોકોના મોત થયા છે. દસ દિવસની સારવાર બાદ એલજી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત થયુ છે.
અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઑક્ટોબર મહિનાનાં એક જ અઠવાડિયામાં રોગચાળો બેકાબૂ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સતત ડેન્ગ્યૂના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં શાહવાડી વિસ્તારના 26 વર્ષના પુરુષનું ડેન્ગ્યૂના કારણ મૃત્યુ થયુ છે. ડેન્ગ્યૂની લાંબી સારવાર બાદ આ વ્યક્તિનું મોત થયુ છે. 8 દિવસમાં ડેન્ગ્યૂના 110 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચાર મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થયો છે. જેમાં જુલાઈમાં – 201 કેસ, ઓગસ્ટ -805 કેસ, સપ્ટેમ્બર 708 કેસ, ઑક્ટોબર 110 કેસ નોંધાયા છે.
તાજેતરમાં અમદાવાદના નારોલના 26 વર્ષના યુવકને ડેન્ગ્યૂ થઇ ગયો હતો. જે પછી તેને એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આ યુવકનું મોત થયુ છે. બે દિવસ પેહલા પણ ડેન્ગ્યૂથી એક બાળકીનું મોત થયું હતું. સીઝન દરમિયાન ડેન્ગ્યૂથી 3 દર્દીના મોત થયા છે.