ગુજરાત એલર્ટ | આહવા
જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે, ડાંગ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સમિતિના નિયત મુદ્દાઓ એવા એ.જી. ઓડિટ પેરા, સરકારી લેણાની વસુલાત, તુમાર નિકાલ, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસ, વીજળીકરણ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન, માહિતી અધિકાર અધિનિયમ, પાણી પુરવઠો, શિક્ષણ અને આરોગ્ય, જિલ્લા કચેરીઓના આંતરિક પ્રશ્નો જેવા મુદ્દે કચેરીવાર સમીક્ષા હાથ ધરી, સત્વરે કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ મા વઘુમા વઘુ લાભાર્થીઓનુ રજીસ્ટ્રેશન થાય, તેમજ વઘુમા વઘુ લોકો આ યાત્રામા જોડાય તે માટેના પ્રયત્નો કરવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે જણાવ્યુ હતુ.
દરમિયાન ૧૯ નવેમ્બર વિશ્વ સંભારણા દિવસ અન્વયે અકસ્માતમા મૃત્યુ પામેલા લોકો માટે સર્વે અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેકટર શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, ACF આરતી ભાભોર, કાર્યપાલક ઈજનેર, અધિક જિલ્લા આયોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.