ગુજરાત અલર્ટ । આહવા
ડાંગ જિલ્લા કોગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે ગત માસમાં લોકશાહીનાં મહાન પર્વ અગામી ચુંટણી લોકસભા-2024માં વધુ મતદારો જોડાઈ અને કોઈ ગામમાં મતદાનનો બહિષ્કાર કે ચુંટણીમાં ગ્રામજનો વતી અથવા મતદારો વતી કોઈ તકરાર કે ધર્ણણ ઊભું ન થાય તે બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જે કોઈ ગામોમાં રોડ-રસ્તા, પિવાનું પાણી, સિંચાઈનું પાણી અને નેટવર્ક અને જાહેહિતને લગતાં કોઈ પડતર પ્રશ્ર્ન હોય તે બાબતે માહિતી માંગી હતી. જેથી પક્ષનાં આગેવાનો દ્વારા જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારમાં જઈ લોકોને વધુ પ્રમાણમાં મતદાન થાય તેઓને પોત્સાહન કર્યું હતાં. ગામડાઓમાં મિટીગો પણ કરી હતી. જેમાં નીચે મુજબનાં કામો મંજુર કરવાં રજુઆત કરી છે. ધુડાથી કોટબા, શામગાહાનથી બોરીગાંવઠા, મ્હારાજચોંડ નીચલા ફળિયાને જોડતો રસ્તો, બારીપાડાથી ચીરાપાડા રસ્તા પર કોઝવેનું કામ, રાનપાડાં મુખ્ય રસ્તાથી સોનુનીયા જતાં રસ્તાનું કામ, લવચાલી મુખ્ય રસ્તાથી ધાણા થઈ દહેર જતાં રસ્તાનું કામ,ધાણાથી દહેર ગામે જતાં રસ્તા પર પુલનું કામ, મહાલથી સુબીર રસ્તાનું કામ, મહાલ થી ભાલખેત ફાટક સુધી રસ્તાનું કામ,લહાનકડમાળ જતાં મુખ્ય રસ્તાનું કામ, ચિકાર(ખાતળ) જતાં મુખ્ય રસ્તાનું કામ,શિંગાણા ગામે જતાં મુખ્ય રસ્તાનું કામ, કાલીબેલ નવાપાડા જતાં મુખ્ય રસ્તાનું કામ,શિંગાણાં મુખ્ય રસ્તા થી ગિરમાળ થઈ ધુલદા સુધી રસ્તા અને પુલનું કામ, નિશાણા ગામે ચેકડેમનું કામ, નિશાણાં(ખરદાંડી) ફળિયામાં રમત-ગમ્મતનું મેદાન, મુખ્ય રસ્તાથી ખરદાંડી ફળિયાને જોડતો રસ્તો, મુખ્ય રસ્તાથી ભડભુતીયા રસ્તાનું કામ, નિશાણા ગામે મંજુર થયેલ ટાવરનું કામ, કાકશાળા ગામે વચલાં ફળિયામાં પાણીની સુવિધા પુરી પાડવાં કામગીરી જેવાં વગેરે કામોની રજુઆત કરી તાત્કાલિક વિકાસનાં કામો કરવાંની કરવાં માંગણી કરી છે.