ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લા બી.ટી.ટી.એસ દ્વારા સુબીર મામલતદાર ને રાષ્ટ્રપતિ ને સંબોધેલું આવેદનપત્ર પાઠવી તેમાં જણાવ્યું છે કે
છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ, વન્યજીવ, જૈવિવિધતાને થઈ રહેલા નુકસાન અને જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા અહીં આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાઓને ૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસદેવ ક્ષેત્રના ૩૦,૦૦૦ થી વધુ વૃક્ષો કાપી નાંખીને પર્યાવરણ, વન્યજીવો, જૈવવિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખુબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે.
હસંદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે. જેમાં હાથી, વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે આ જંગલો ૧૦,૦૦૦ આદિવાસીઓનું નિવાસસ્થાન છે. જેમનું જીવન સંપુર્ણ પણે જંગલ પર જ આધારિત છે. આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખુબ મોટા પાયે નુકસાન થશે. જે આવનારા ભવિષ્ય માટે ખુબ નુકસાન કારક છે.
પર્યાવરણ મંત્રાલયની વન સલાહકાર સમિતિએ પણ પણ સંકાવાવની વન સલાહકાર સિહ કોલસો કાઢવા માટે હસદેવના જંગલનો નાશ ન કરવો જોઇએ એવુ જણાવ્યુ છે. સમિતિએ જણાવ્યું છે કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો એનાથી ખુબ મોટા પાયે પર્યાવરણને હાનિકારક અસરો થશે.
સહસદેવ ક્ષેત્રની ૨૦ જેટલી ગ્રામસભાઓએ ખનન વિરુદ્ધ ઠરાવ કર્યા છે. અને ખનનને મંજુરી આપી નથી. તેમ છતાં પણ રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર ઠરાવોની અવગણના કરી આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન કરી રહી છે. જો આદિવાસીઓ સાથે અન્યાય થશે તો આદિવાસી સમાજ આગામી દિવસોમાં આંદોલન કરશે ની ચીમકી ઉચારાઈ છે.