ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના સરદાર પટેલ સ્ટેડીયમમાં આગામી તા. ૦૫ જાન્યુઆરીથી રમાનાર ગુજરાત વિરુધ્ધ તામીલનાડુ રણજી ટ્રોફી મેચનુ ડીજીટલ ટેલીકાસ્ટ જીઓ ટીવી દ્વારા કરવામાં આવશે.
વલસાડ શહેરના સરદાર પટેલ સ્ટેડીયમમાં આગામી તા. ૦૫ જાન્યુઆરી થી ૦૮ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત વિરુધ્ધ તામીલનાડુ રણજી ટ્રોફી મેચ રમાશે. ઉપરોક્ત મેચનુ ડીજીટલ ટેલીકાસ્ટ જીઓ ટીવી દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ૧૫ જેટલા કેમેરા દ્વારા લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. જે વલસાડ જીલ્લા તથા બીડીસીએ માટે ગૌરવની બાબત છે.ઉપરોક્ત મેચમાં ગુજરાત ટીમ તરફથી ભારતીય નામી ખેલાડીઓ અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, પ્રિયાંક પંચાલ, અરઝાન નગવાસવાલા તથા અન્ય આઈપીએલ ખેલાડીઓ ભાગ લેશે. જયારે તમીલનાડુ ટીમ તરફથી ભારતીય નામી ખેલાડીઓ વોશીન્ગ્ટન સુન્દરમ, સી. કિશોર, વિજય શંકર તથા અન્ય નામી આઈપીએલ ખેલાડીઓ ભાગ લેશે. વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાને ઉપરોક્ત મેચ વિનામૂલ્યે નીહાળવા બીડીસીએનાં માનદમંત્રી જનક દેસાઈ ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
ક્રિકેટ લવર્સ આનંદો: આઇપીએલ ખેલાડીઓ વલસાડના સ્ટેડિયમમાં 5 જાન્યુઆરીથી ક્રિકેટમેચ રમશે
