ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં મોટાપોંઢા કોલેજના પ્રોફેસર અને ગૌદાન પ્રોજેક્ટના ચેરપર્સન ડો. આશાબેન ગોહિલ દ્વારા ૭૮મો ગૌદાન કાર્યક્રમ યોજાયો હતો.
કપરાડા તાલુકાના જરૂરિયાતમંદ લોકોને ખેતી, પશુપાલન અને પશુસંવર્ધનમાં મદદરૂપ થાય એવા શુભ હેતુથી ગિરનારા ગામમાં ૩૬ ગૌવંશ પૂરા પાડવામાં આવ્યા હતા. ગામના સરપંચ તથા આગેવાનો અને શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડના પાંજરાપોળના ટ્રસ્ટી અનીશ શેઠિયાના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેરલાવના સરપંચ મયંક પટેલ અને વલસાડના દીપ ચૌહાણની મદદ મળી હતી. પ્રા. ડૉ. આશા ગોહિલ દ્વારા ગૌદાનના કુલ ૭૮ કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં કુલ ૧૭૮૩ ગૌવંશ જરૂરિયાતમંદ લોકોને પૂરાં પાડી એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.