વાપીમાં ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત

વાપી
વાપી ના કરાયા ગામના હદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર સર્જાયેલા અકસ્માતમાં પારડી ના દંપતીનું મોત નીપજ્યું હતું જે અંગેની ફરીયાદ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પારડી તાલુકાના પાટી ગામના વચલા ફળીયામાં રહેતા ગણેશ ઉત્તમભાઈ પટેલ નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે એમની પત્ની રમાબેન સાથે ગતરોજ દંપતી મોટરસાયકલ નંબર જીજે ૧૫ એસ ૬૦૩૪ ઉપર વાપી છીરીગામે રૂમ ભાડૂતી રાખી રહેતા હોય ત્યાં જવા માટે પારડીથી નીકળી ગયા હતા વાપીના કરાયા ગામથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પતિ-પત્ની નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અકસ્માત થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જ્યારે દંપતીને ઇજાઓ થયેલ હોય જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે અંગેની ફરિયાદ વાપી પોલીસ મથકે નોંધાઇ છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!