કોરોનાથી થયેલા મોતના સરકારી આંકડા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત: ખેરગામ ઔરંગા નદી કિનારે થયેલાં અસ્થિ વિસર્જન અને સારણ ક્રિયા સૂચવે છે કે ખેરગામ વિસ્તારમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો આંકડો ખૂબ જ મોટો છે.
ખેરગામ
ખેરગામ વિસ્તારમાં કોરોના ખુબ જ ભયજનક રીતે આગળ વધતા અનેક લોકો ઓક્સિજનના અભાવે મોતને ભેટયા હોવાનો જાણીતું છે. સરકારી ચોપડે માંડ એકાદનું મોત થયું હોવાનું બહાર આવે છે, પરંતુ પાછલા એક મહિનાની વાત કરીએ તો વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. પાછલા ૨૫ દિવસમાં ખેરગામ નજીક આવેલા ભૈરવી ઔરંગા નદી કિનારે 700 જેટલા લોકોની અસ્થિ વિસર્જન અને સારણ ક્રિયા કરવામાં આવી છે જો આ આંકડો મુજબ સરેરાશ ગણવામાં આવે તો એક દિવસમાં ૨૮ જેટલા મૃતકોને વિધિ કરવામાં આવી છે.
ખેરગામ નાધઈ ભૈરવીના પ્રસિદ્ધ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ સંકુલમાં બનાવેલા કુંડ અને ઘાટ,તર્પણખંડ ખાતે માત્ર મે માસના 25 દીવસમાં 700થી વધુ મ્રૃતાત્માઓની તર્પણ વિધિ,અસ્થિ વિસર્જન, સારણ ક્રિયા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઔરંગા તટે શનિદેવ સંકુલ, હરિ ઓમ આશ્રમ, ગરગડિયા મહાદેવ ખાતે પણ તર્પણ વિધિ થાય છે. ૨૩ મેના રોજ લગભગ 30 થી 40 જેટલા ચતુરચક્રી વાહનો ખડકાયા હતા,૩૦થી વધુની દશાથી તેરમાની વિધિ કે અસ્થિ વિસર્જન તર્પણવિધિ કરવામાં આવી હતી.કોરોના મહામારીના બીજા ચરણમાં અનેક લોકો રામશરણ થયા-સ્વજનો ગુમાવ્યા,જેમાં કેટલાક સારવારમાં આર્થિક રીતે પણ બેહાલ થઈ ગયા છે. જેથી ચાણોદના ભૂદેવો સામૂહિક રીતે નક્કી કરીને તર્પણ વિધિ માટે આવતા લોકોને નિ:શુલ્ક ધાર્મિક વિધિ કરાવી પોતાના જ સરસામાન સામગ્રીનો ઉપયોગ કરીને સહાયભૂત થાય છે તેઓને ભોજન પણ કરાવે છે અને કેટલાકને તો ભાડાના પૈસા આપીને સ્વગૃહે પરત મોકલાવે છે.નાધઇ ગામે ઔરંગાતટે પણ એપ્રિલ અને મેં મહિનામાં તર્પણ વિધિ કે અસ્થિ વિસર્જન માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો,ત્યાં પણ કેટલાક બ્રાહ્મણો માનવતા દાખવી ખુવાર થયેલાને સહાયભૂત થાય છે.
બોક્ષ-ઔરંગા નદીના કિનારે છેલ્લા એક-બે મહિનાથી મૃતમાઓની વિધિ માટે દરરોજ લોકો દૂર દૂરથી આવતા હોય છે.એક દિવસ એવો પણ હતો જ્યારે 70ની આસપાસ ક્રિયાકર્મ સહિતની વિધિ થઈ હતી.આટલા વર્ષોમાં અહીં આટલી બધી વિધિ એકસાથે થતી પહેલી વખત જોવા મળી હતી.આ વિસ્તારમાં શનિદેવ મંદિર,ગુપ્તેશ્વર મહાદેવ,ગંગેશ્વર મહાદેવ સહિતના મંદિરો આવેલા છે,જ્યાં નદી કિનારવા આ વિધિ થતી હોય છે…સુભાષભાઈ પટેલ,સ્થાનિક તા.પં.સભ્ય ખેરગામ
બોક્ષ-એપ્રિલ અને મે મહિનામાં અમે નાધઇ ગુપ્તેશ્વર મંદિરે ઔરંગા નદીના કિનારે આશરે 100 થી વધુ ક્રિયાકર્મ કર્યા હતા.અમારે એક બે દિવસ છોડી લગભગ દરરોજ જ આવવાનું હોય છે,ઔરંગા કિનારે આવો ધસારો પ્રથમ જ વખત જોવા મળ્યો હતો.મારા જેવા અનેક ભૂદેવો દરરોજ પોતાના યજમાનો સાથે અહીં ક્રિયાકર્મ સહિતની વિધિ કરતા હોય છે..નરેશભાઈ રાજગુરુ,કર્મકાંડ આચાર્ય,ખેરગામ