વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં જિલ્લાના પધાધિકારીઓએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, મતદાર નોંધણી બાબતે પારડી પ્રાંત અધિકારી, સામાજિક વનીકરણ વિભાગ, ડીજીવીસીએલ અને પોલીસ વિભાગને તેમજ વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે ડીજીવીસીએલ, નાયબ પશુ નિયામક અને બીએસએનએલના અધિકારીઓ સાથે પ્રજાલક્ષી પ્રશ્નો અને રજુઆતોની ચર્ચા કરી હતી. ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો. વધુમાં પ્રગતિશીલ કાર્યોને સત્વરે પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચન કર્યું હતું અને અધ્યક્ષસ્થાનેથી જૂના પ્રશ્નોનું ફોલોઅપ લઈ સમીક્ષા કરવામાં આવી હતી.
ભાગ – ૨ ની બેઠકમાં સુશાસન દિવસની ઉજવણી બાબતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસૂયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજ અને દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક રામરતન નાલા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી અને સહિત મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!