ડાંગ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવદિનની ઉજવણી કરવામાં આવી

ગુજરાત એલર્ટ l આહવા
આહવા ખાતે ભાજપ કાર્યાલયથી મુખ્ય માર્ગ થઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી *બાઈક રેલી* યોજવામાં આવી. સંવિધાન પુસ્તક સાથે ભારત માતા, બાબા સાહેબ આંબેડકરના નારાઓનો ઉદઘોષ કરી સૌ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૌ કાર્યકર્તાઓ દ્વારા સંવિધાન રચયિતા મહામાનવ ડૉ. આંબેડકરજીની પ્રતિમાને તથા સંવિધાન પુસ્તકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી હરિરામભાઈ સાવંત, જિલ્લા અનુ.જાતી. મોરચાના પ્રભારી રાજેશભાઈ ધુમડીયા, નવસારીના એસ.સી. મોર્ચા માજી મંત્રી રમણભાઈ સોલંકી, પ્રમુખ વિજયભાઈ મોરે, મહામંત્રી ધિરેનભાઈ ઝાંઝરે તથા ભદ્રેશભાઈ સોલંકી, આહવા મંડળના મહામંત્રી સતિષભાઈ સૈદાને, કાર્યાલય મંત્રી મેરિશભાઈ પવાર, જિલ્લા બક્ષીપંચ મોર્ચામાંથી પ્રમુખ વિશ્વનાથભાઈ મહાલે, મહામંત્રી મુકુંદભાઈ પવાર, વિજયભાઈ મોહિતે, ક્રિષ્નાભાઈ પવાર, જિલ્લા આઈ. ટી. સેલ કનવિનર ગીરીશભાઈ મોદી, વિધાનસભા વિસ્તારક નીરવભાઈ શિંદે, જિલ્લા લઘુમતી મોરચામાંથી પ્રમુખ મહેન્દ્રભાઈ માસ્ટર, મહામંત્રી શબીર શાહ, યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સંજયભાઈ પાટીલ, સરપંચ હરિચંદભાઈ ભોયે, ગ્રામ પંચાયત સભ્ય રાહુલભાઈ બચ્છાવ, નરેન્દ્રભાઈ ગાવિત, જયેશભાઈ બાગુલ તથા સુરેશભાઈ સોલંકી સહિત ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!