ગુજરાત એલર્ટ l આહવા
ગત તારીખ ૨૬મી નવેમ્બરે ડાંગ જિલ્લા પંચાયત ખાતે ‘બંધારણ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના વડા એવા જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરની ઉપસ્થિતિમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત પંચાયતના વરિષ્ઠ અધિકારીઓ, તમામ શાખાના કર્મચારીઓ વિગેરેએ, બંધારણના આમુખનું સામુહિક વાંચન કરી ‘બંધારણ દિવસ’ ઉજવ્યો હતો.