રાજ્ય સરકાર માસ્કના દંડને ઘટાડવા હાઇકોર્ટમાં રજૂઆત કરશે
અમદાવાદ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચના મુજબ રાજય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા ૧,૦૦૦ થી ઘટાડીને રૂપિયા ૫૦૦ કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.
મુખ્યમંત્રી જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. ૧,૦૦૦ થી ઘટાડીને રૂ ૫૦૦ કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે.
તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા ૧,૦૦૦ થી ઘટાડીને રૂપિયા ૫૦૦ કરવા માટે રાજય સરકાર રજૂઆત કરશે.