છોકરીઓની લગ્નની ઉંમર બાબતે નીતિ આયોગની વિચારણા : ઓછી ઉંમરે લગ્નની તંદુરસ્તી, અભ્યાસ અને આર્થિક સ્થિતીને અસર
નવી દિલ્હી: મહિલાઓની પ્રગતિમાં સૌથી મોટી બાધા નાની ઉંમરે લગ્ન અને માતૃત્વ છે. અત્યારે કાયદા અનુસાર છોકરીઓ માટે લગ્નની ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ છે. મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, પોષણ અને આર્થિક સશકિતકરણ માટે તેમની લગ્નની વયમર્યાદા વધારવા બાબતે વિચારણા ચાલી રહી છે. સરકારે આના ટાસ્ક ફોર્સ રચી હતી જેણે પોતાનો રીપોર્ટ સોંપી દીધો છે. સરકારે ટાસ્ક ફોર્સનો રીપોર્ટ જોયા પછી કોઇ પણ પગલુ લેતા પહેલા આ આખી બાબતને મજબૂત આધાર આપવા માટે આખો કેસ નીતિ આયોગને મોકલ્યો છે જેથી તે આ વિષયનો ઉંડો અભ્યાસ કરીને પોતાનો મત જણાવી શકે.
કેન્દ્ર સરકારે લગ્નની ઉંમર અને માતૃત્વ વચ્ચે સંબંધ માતૃ મૃત્યુ દર ઓછો કરવા અને છોકરીઓનું પોષણ સ્તર સારૂ કરવા માટે મહિલાઓ સાથે જોડાયેલા વિવિધ મુદાઓ પર વિચાર માટે ૪ જૂન ૨૦૨૦ એક ટાસ્ક ફોર્સ રચી હતી. તેમાં છોકરીઓના ઉચ્ચ શિક્ષણને વધારવા માટે પણ સૂચનો માંગવામાં આવ્યા હતા, જેમાં છોકરીઓની લગ્નની ઉંમર વધારવાનો વિચાર પણ સામેલ હતો. સરકારે ટાસ્કફોર્સને ભલામણો સાથે વર્તમાન કાયદામાં જરૂરી સુધારાઓ બાબતે પણ સૂચનો આપવા કહયું હતું. ટાસ્ક ફોર્સ પોતાનો રીપોર્ટ સરકારને સોંપી દીધો છે. સરકારે રીપોર્ટ તપાસ્યા પછી તેને વધુ મજબૂત આધાર આપવા આ મામલો નીતિ આયોગ પાસે મોકલ્યો છે.