ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં ૧૪મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર -૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા“ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવાશે.
આજ રોજ તા:-૧૯/૦૯/૨૦૨૪ના રોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ધરમપુર તાલુકાનાં શેરીમાળ ગામે સફાઈ અભિયાન, સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા અંગેને શપથ લેવામાં આવ્યા હતા.
કપરાડા તાલુકાના આમધા ગામે સફાઈ, સ્વચ્છતા રેલી, શપથ અને બાળકોને તંદુરસ્ત રહેલા માટે યોગાનું મહત્વ સમજાવવામાં આવ્યં હતું. પારડી તાલુકાનાં તરમાલિયા ગામે સાફ-સફાઈ, વૃક્ષારોપણ સ્વચ્છતા શપથ અને સ્વચ્છતા અંગેની સમજણ જેવી પ્રવુત્તિઓ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાનાં સરોંડા ગામમાં સાફ-સફાઈ, નિબંધ સ્પર્ધા, રંગોળી અને સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી.
વલસાડ તાલુકાના મેહ ગામ ખાતે વૃક્ષારોપણ, રેલી, નિબંધ સ્પર્ધા જેવી વિવિધ પ્રવુત્તિઓ કરવામાં આવી હતી. વાપી તાલુકાનાં કરાયા ગામે સ્વચ્છતા અંગેના શપશ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. આમ, તમામ તાલુકાઓ દ્વારા ગામોમાં સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચે અને લોકો સ્વચ્છતા બાબતે જાગૃત બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.