વલસાડ જિલ્લામાં વાહનોમાં નંબર પ્લેટ ફીટમેન્ટ કરવા અર્થે SIAM ના કોમન પોર્ટલ HSRP બુકીંગ સુવિધા ઉપલબ્ધ: જે તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હોય તેવા વાહનોની HSRPનું ફીટમેન્ટની મૂંઝવણ આ પોર્ટલથી દૂર થઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા તમામ મોટરીંગ પબ્લીકને જાણ કરવામાં આવે છે કે, તા.૦૧.૦૪.૨૦૧૯ પહેલાં નોંધાયેલા વાહનોમાં HSRP નંબર પ્લેટ ફીટમેન્ટ કરવા અર્થે જે તે વાહનના અધિકૃત ડીલરની કક્ષાએથી કામગીરી કરવા હેતુ સરકારશ્રીની મંજૂરી મળ્યા બાદ SIAM (Society of Indian Automobile Manufacturers) દ્વારા તેઓના પોર્ટલ પર ગુજરાત રાજયના વાહનો માટે HSRP બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
SIAM ના કોમન પોર્ટલ HSRP બુકીંગ માટેનો ફલો નીચે મુજબ છે: (૧) સૌ પ્રથમ www.siam.in વેબસાઇટ પર જવાનું રહેશે.
(૨) વેબસાઇટના Home Page પર “Book HSRP” ના ટેબ પર કલીક કરવાનું રહેશે.
(૩) ત્યારબાદ અરજદારને તેઓનું નામ, મોબાઈલ નંબર, રાજયનું નામ, વાહન નંબર, ઇ-મેઇલ વિગેરે વિગતો ભરી સબમીટ ટેબ પર કલીક કરવાનું રહેશે.
(૪) સબમીટ ટેબ પર કલીક કર્યા બાદ નવું પેજ ખુલશે. જેમાં અરજદારે તેઓના વ્હીકલ ટાઇપ (2 Wheeler, 3 Wheeler, Auto Rickshaw, Bus વિગેરે) સીલેકટ કરવાનું રહેશે.
(૫) વ્હીકલ ટાઇપ સીલેકટ કર્યા બાદ જે તે પેજ પર અરજદાર પાસે તેઓના વાહનના ઉત્પાદકને સીલકેટ કરવાનું ઓપ્શન આવશે. જે તે ઉત્પાદક દ્વારા અધિકૃત કરવામાં આવેલ HSRP OEM ના પોર્ટલ તથા Re-Direct કરવામાં આવશે.
(૬) જે તે અરજદાર સંબંધિત HSRP OEM ના પોર્ટલ પરથી વિગતો ભરી જરૂરી ફી ભરી HSRP નો ઓર્ડર બુક કરી શકશે. ત્યારબાદ એપોઈન્ટમેન્ટ મેળવી HSRP ફીટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.
ઘણા કિસ્સામાં જયારે વાહનના ઉત્પાદક દ્વારા જે તે વાહનનું ઉત્પાદન બંધ કરવામાં આવેલ હોય આવા વાહનો જેમાં HSRPનું ફીટમેન્ટ કયાં કરાવવું તે બાબતે મૂંઝવણ રહેતી હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં પણ અરજદાર SIAM ના આ કોમન પોર્ટલનો ઉપયોગ કરી HSRP ફીટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે. જેની તમામ મોટરીંગ પબ્લીકે નોંધ લેવા ઈન્ચાર્જ પ્રાદેશિક વાહનવ્યવહાર અઘિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!